મારૂ હરતું ફરતું હૃદય એટલે આરોહી
જીવનનો ખરો ભાગ્યોદય એટલે આરોહી
આંગણાની રંગોળીનાં રંગ એટલે આરોહી
જીવન હરપળ પ્રસંગ એટલે આરોહી
પપ્પા નામનું ઘરનું બ્યુગલ એટલે આરોહી
બસ પપ્પાને કહેવાતી વાતોનું દંગલ એટલે આરોહી
આજેય મળતો મીઠો ઠપકો એટલે આરોહી
બગીચો વહાલથી મઘમઘતો એટલે આરોહી
મારૂ અક્ષય અનુમોદન એટલે આરોહી
ઈશ્વરનું અદ્ભુત અભિવાદન એટલે આરોહી
દિવસભરની દોડભાગનો વિરામ એટલે આરોહી
દીકરી છે મારી લાડકી,મારા ચારેય ધામ એટલે આરોહી
- નિર્મિત ઠકકર

Gujarati Poem by Nirmit Thakkar : 111579852
shekhar kharadi Idriya 4 years ago

અત્યંત સુંદર રચના

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now