મેં ફૂલ માગ્યું,
એણે ઉપવન સાથે વસંત આપી,
મેં અંજલી માંગી,
એણે મહાસાગર આપ્યો,
મેં સ્હેજ નાનકડો અવકાશ માંગ્યો,
એણે આખું ગગન આપ્યું,
મેં બે-ચાર સાકાર લીલાંછમ સપના માંગ્યા,
એણે કલ્પક્વૃક્ષ આપ્યું,
હાં,....આ બધું,આ બધું...
એણે અમને દીકરી સ્વરૂપે આપ્યું છે,
ને તે પણ એક નહીં,
બે દીકરીઓ સ્વરૂપે આપ્યું છે,
આભાર ઇશ્વર, Thanks God...
Happy Daughter Day,....
મારી વહાલી દીકરીઓ સહ આપ સૌને.
--- કવિ શ્રી મુકેશ મણિયાર,

Gujarati Poem by Rinku Panchal : 111579786

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now