નવ માસ માનાં પેટ મા ઘૂંટાઈ હતી વેદના,
દીકરી થઈ અવતરી ને પથ્થર મા ગણાઈ વેદના.

માતા પિતા ની બિલકુલ ન મળી આંગળી ને,
ભલાઈ ની પળોજણ મા રડી પડી વેદના.

રમવું,જમવું ને ભણવામાં પણ પ્રથમ આવે,
પણ ચીડવે છોકરી ની જાત ને વગોવાઈ વેદના.

ભલે આવે ભઈલો રાત ના પાછલા પ્રહર મા,
સાંજ ઢળે ન આવે દીકરી,તો ક્રોધે ભરાઈ વેદના.

ભણવામાં પણ હોશિયાર,ચપળ છતાં પણ,
દીકરી પારકું ધન કહી, ન ભણાવવા ની વેદના.

ગૃહકાર્ય માં કુશળ છતાં વારે વારે મળે ઠપકો,
ભઈલો મદદ કરે ના કરે ડૂસકું ત્યારે બને વેદના.

સાસરેથી આવતા વેત દીકરી સૌના ખબર પૂછે,
પણ દીકરો ને વહુ તો ઘરડાઘર નો માર્ગ બતાવે

આખર દીકરી દીવડો થઈ મા બાપ ની કાળજી લે,
દીકરી ટેકણ લાકડી બનીને શરમાઈ ગઈ વેદના....

Gujarati Poem by Kailas : 111579704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now