જીવનમાં સૌથી મહત્વની બે બાબતો મારા મંતવ્ય પ્રમાણે છે. જેમ સ્વાદ વગરનું ભોજન કોઈને નથી ગમતુ.એમ રસ વગરનું જીવન જીવવાની પણ મજા નથી આવતી. એટલે જીવનમાં મહત્વની બાબત છે જીવનને રસપ્રદ બનાવો,સ્વાદિષ્ટ બનાવો.એમાં દરેક પ્રકારનાં સ્વાદનો સમાવેશ કરી જીવનને માણો.

બીજુ છે પોતાને દરેક કાર્ય કરવા માટે કાબેલ બનાવો.

🌹જેમ વાનગીમાં સ્વાદનું મહત્વ વધુ છે. એવી જ રીતે જીવનમાં પણ સ્વાદનું મહત્વ ખૂબ જ અગત્ય નું છે.
સ્વાદ વિનાની વાનગી કોઈને ગમતી નથી એવી રીતે સ્વાદ વિનાની જિંદગી જીવવી પણ કોઈ ને જ નથી ગમતી.

પણ આ વાનગી સ્વાદિષ્ટ ક્યારે બનશે કે જ્યારે એની અંદર દરેક વસ્તુ નો સપ્રમાણ ઉપયોગ કરવામાં આવ્યો હોય.દરેક વસ્તુનાં સપ્રમાણ ઉપયોગથી જ વાનગી સ્વાદિષ્ટ બને છે. જેમ કે,

ચા પ્રેમી ને ચા ખૂબ જ પસંદ હોય છે.પણ ચા માં પણ દરેક વસ્તુનો ઉપયોગ સપ્રમાણ કર્યો હોય તો ચા લાજવાબ બની જાય છે.સ્વાદ વગરની ચા માં કોઈ મજા નથી આવતી.એટલે જ એની અંદર ઉપયોગ કરવામાં આવેલી વસ્તુનુ પ્રમાણ જળવાયેલું હોવું જોઈએ.જો ચા માં પ્રમાણ કરતા વધારે સાંકળ નાખવામાં આવે તો ચાનો સ્વાદ બગડી જાય છે
એવું જ જિંદગીમાં પણ છે.જિંદગીમાં પણ સંબંધોમાં મીઠાશનું પ્રમાણ જળવાયેલું રહેવુ જોઈએ.વધું પડતી મીઠાશ જીવનમાં કડવાહાટ લાવે છે.વધું પડતી મીઠાશ જીવન જીવવામાં અડચણ રૂપ સાબીત થાય છે.

વાનગી હોય કે જીવન બંનેમાં દરેક વસ્તુનું સંતુલન જળવાયેલું રહે એ ખૂબ જ મહત્વનું છે.જીવનમાં એનાં માટે આપણા મોઢામાંથી નીકળેલા શબ્દો જ રામબાણ ઈલાજ છે.શબ્દો જ છે જે દરેકના મનનાં દરવાજા ખોલી પણ શકે છે. અને શબ્દો જ છે જે મનના દરવાજા બંધ પણ કરે છે.એટલે હંમેશા દરેક વસ્તુ નું સંતુલન જાળવી રાખવુ છે.કેમ કે વધુ પડતી મીઠાશ શરીરમાં ડાયાબિટીસ જેવા રોગ ને આમંત્રણ આપે છે.આ રોગ આપણા સંબંધો માં નાં આવે એનું હંમેશા ધ્યાન રાખવુ જોઈએ.

#સ્વાદિષ્ટ

Gujarati Thought by Rajeshwari Deladia : 111577671
WR.MESSI 4 years ago

Lalach de diya aapne Etna mast 👌👌👌 Dish dekhke hi hum like kr dege

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now