*ઋણ નું મહત્વ સમજો*

વનવાસ દરમિયાંન માતા સીતા ને પાણી ની તરસ લાગે છે,
ત્યારે ભગવાન રામ કુદરત ને કહે છે, કે આસપાસ માં ક્યાંય પાણી હોય તો ત્યાં સુધી જવાનો રસ્તો સુઝાડો ત્યારે
એક મોર રામજી પાસે આવે છે અને કહે છે કે અહીં થી થોડેક દૂર એક જળાશય છે હું તમને ત્યાં સુધી લઈ જાઉં પણ ભુલા પડી જવાનો સંભવ રહે ખરો રામજી કહે છે કે કેમ? ત્યારે મોર કહે છે કે હું ઊંડી ને જાવ છું ને તમે મારી પાછળ ચાલતા આવો હું ઉડતા ઉડતા મારુ એક એક પિંછું વેરતો જઈશ તમે એ પિંછા ના સથવારે તમે જળાશય સુધી પહોંચી જશો.
આ વાત આપણે સહુ જાણીએ છીએ કે મોર તેના પિંછા ખરવા ની પણ એક ઋતુ હોય છે મોર જો તેની ઋતુ સિવાય પિંછા ખેરવે તો તેનું મૃત્યુ થાય છે મૃત્યુ નીપજે છે અને
મોર તેમના અંતિમ શ્વાસ લેતા લેતા રામજી ને એટલુંજ કહે છે કે જે આખા જગત ની તરસ છીપાવે છે તેની તરસ છીપાવવા નું સદભાગ્ય ( સૌભાગ્ય ) મને આજે મળ્યું એના થી વિશેષ તો મારે શું જોઈએ ?
ત્યારે ભગવાન શ્રીરામ મોર ને કહે છે કે :
તે જે પિંછા વેરેલા તે પિંછા નું ઋણ હું આવતા જન્મ માં ચૂકવી ને મારા માથા ઉપર ચડાવીસ બાદ ત્યાર પછીના બીજા જન્મ માં ભગવાન ક્રિષ્ના અવતાર માં ભગવાને મોરપિંછ માથા ઉપર ધારણ કરી મોર નું ઋણ ઉતાર્યું છે
જો ખુદ ભગવાન ને ઋણ ઉતારવા માટે બીજો જન્મ લેવો પડતો હોય તો આપણે તો કેટલા જન્મ સુધી કોઈ ના ઋણી હસું ને ક્યારે કોના કોના ઋણ પુરા કરશું તેની ખબર નથી....

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111577098

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now