વળી છે કુદરત વિનાશ તરફ,
માણસ બધા ગુનેગાર લાગે છે.

સાંબેલાધાર વરસે છે વરસાદ,
જાણે પત્થરો ને પણ તરસ લાગે છે.

લીલી ચાદર ઓઢી જોને કેવી મ્હાલે છે ધરતી,
ખુશીઓ એને અપરંપાર લાગે છે.

ઓનલાઈન થયાં છે જ્યારથી બેસણાં,
આત્માઓને એનો આઘાત લાગે છે.

બહુ ઓછાં દેખાય છે હવે કાગડા,
ભાવ વગર નુ ખાવું એને ઝેર લાગે છે.

મા બાપ ને મૂકે છે ઘરડા ઘરમાં,
દીકરા વહુ ને હવે એનો પણ ભાર લાગે છે.

સ્વજનો સામે યુધ્ધ કરવા માં,
ગીતાનો કંઇક સાર લાગે છે.

જેટલું નુકશાન કર્યું પ્રકૃતિ નુ,
એની ભરપાઈ કરવી જ રહી,
ચેતાય તો ચેતી જાવ હજી,
બાકી,કર્મ લખાતા ક્યાં વાર લાગે છે.?

Gujarati Poem by Kailas : 111576231

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now