બની સિતારો નભ થી ખરવું નથી મારે,
દુનિયા ની ધમકી થી ડરવું નથી મારે.

કિનારો ના મળે તો ભલે ના સહી,
ડૂબાડી બીજાને ક્યારેય તરવુ નથી મારે.

મહેનતનું જેટલુ મળે છે તેના થી સંતોષ છે,
ખિસ્સુ વ્યર્થ કમાણી થી ભરવુ નથી મારે.

દુ:ખ મારું અંગત છે સહી લઈશ હું ખુદ,
કહી ને બીજાનું ચેન હરવું નથી મારે....

Gujarati Poem by Parmar Narvirsinh : 111576212

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now