છેડાયું હતું #યુદ્ધ આજ...
ધુમ્મસ ને સુરજ વચ્ચે...

કહે ધુમ્મસ ફેલાવ્યું છે...
સામ્રાજ્ય આખી રાત માં...

કહે સુરજ ઓગળી જઈશ...
મારી આકરી તપીશ માં...

કરી ને અભિમાન ધુમ્મસ...
ફેંકે પડકાર સુરજ ને...

ના સમજાયું એ અબુધ ને...
સુરજ થકી જ તો અસ્તિત્વ છે...

ઓગળી ગયું અસ્તિત્વ એનું...
સુરજ તણા ઓજસ માં..

હટયું અંધકાર અભિમાન નું...
ને થયું ઉજાસ સ્વાભિમાન નું...

#યુદ્ધ

✍️- ખ્યાતિ સોની "લાડુ"

Gujarati Poem by Khyati Soni ladu : 111575570

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now