સાવધાની - આજનાં આ આધુનિક યુગમાં ખૂબ જ આવશ્યક બાબત. ડગલે ને પગલે સાવધાની રાખવી પડે છે. બેન્કના કામ કરવામાં, પૈસા ઉપાડતા કે જમા કરાવતાં બધી જ વખતે. ATM મશીનથી રૂપિયા ઉપાડતી વખતે તો ખાસ સાવધાની રાખવી પડે છે. ચોર કે લૂંટારા બહાર ઊભા જ હોય છે આપણને લૂંટી લેવા. બેન્કમાં પણ કેટલી વાર સાંભળ્યું છે કે પોતાનાં ખાતામાં પૈસા જમા કરાવવા ગયેલાં વૃદ્ધને બે ગઠિયા મદદ કરવાને બહાને તેમનાં પૈસા લૂંટી જતા રહ્યા. સોસાયટીઓમાં પણ લેભાગુ ટોળકી સોનું શુદ્ધ કરી આપવાને કે સોનું ડબલ કરી આપવાની લાલચ આપીને લોકોને છેતરી જાય છે. આમાં સાવધાની આપણે જ રાખવાની છે. કોઈનાં પર આંખ બંધ કરીને આંધળો વિશ્વાસ ન મુકવો.
રસ્તા પર ચાલતી વખતે સાવધાની, ખાતી વખતે સાવધાની, શું ખાવું શું ન ખાવું એ બાબતની સાવધાની - એવું લાગે છે કે આપણે જીવવાનું છોડીને માત્ર એકબીજાથી સાવધાની રાખવામાં જ ધ્યાન આપવું પડશે. ઈન્ટરનેટ વાપરવામાં પણ હવે તો સાવધાની રાખવી પડે છે. કોણ ક્યારે મોબાઇલનો ડેટા ચોરી જશે એ નક્કી નહીં.
શું સામાન્ય રીતે જીવન જીવવું હવે ગુનો બની ગયું છે? સાવધાની તો બધાં રાખતાં જ હોય છે પરંતુ હવે જે રીતે સાવધાની રાખવી પડે છે તે માનવી માટે માથાનાં દુઃખાવા સમાન છે.
#સાવધાની

-- Snehal

https://www.matrubharti.com/bites/111574703

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111575019

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now