વિધવા શબ્દ સાંભળતા જ આંખ સામે સફેદ સાડી પહેરેલી એક સ્ત્રી નજર આવે.. પણ કેમ ? કેમ કે, આપણને પેહલેથી જ અવગત કરાવવામાં આવેલ હોય છે કે વિધવા સ્ત્રીઓએ સફેદ સાડી જ પહેરવાની હોય. જાણે એના જીવનમાં બીજા કોઈ રંગો જ હોય. ભલે પોતે મનથી ના હારી હોય, જીંદગી સાથે ઝઝૂમવાની તાકાત હોય છતા પણ ચેહરા પર એક નિસહાય, હારી ગયેલી અબળા સ્ત્રીનો ભાવ જ દેખાવો જોઈએ. નહી તો સમાજ, દુનિયા એને ચરિત્રહીન અને બેશરમ સમજશે.

મને એક વાત નથી સમજાતી કે વિધવા સ્ત્રીની આગળ ગંગા સ્વરૂપ લખાય છે. અને ગંગા નદીને આપણે સૌથી પવિત્ર નદી માનીએ છીએ. તો એનુ જ સ્વરૂપ, એના જ સમાન વ્યક્તિ અપશુનિયાળ કેમ !! કેમ એના હાથથી કરવામાં આવેલ કામ ને અશુભ કહેવામા આવે. ખેર થોડાઘણે અંશે આ બધી માન્યતામા ફર્ક આવ્યો છે. સમાજે હવે એને એક સ્ત્રીનો દરજજો તો આપ્યો છે. અને આવનાર પેઢી એને આત્મસન્માનથી જીવતા શીખવશે પણ અને અપનાવશે પણ. એવો મને તો પૂરેપૂરો વિશ્વાસ છે.

🙏 તમન્ના 🙏

#વિધવા

Gujarati Thought by Tinu Rathod _તમન્ના_ : 111573828

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now