કુણા કુણા‌ હદયે ,. ઘાવ ઘાવ કેમ કરે,
જુદા જ કોઈ પછી,હાવ ભાવ કેમ કરે?

સતાવી દિલને ખરી,ખોટી યાદ શાને પછી,
કદીક મીઠડી હો , રાવ રાવ, કેમ કરે?

ખરી છે રૂહ તણી યે, કમાણી મસ્તાની,
ફકીર જેમ તું તો, આવ જાવ કેમ કરે?

રુડી નજર ના હવે જામ‌ કોણ ભરશે એ,
તું દિલ માં હી ઉતરી ,જાવ જાવ કેમ કરે?

છે કસ્તિ સાગરે, જોને હિલોળા લૈ રહિ એ,
તું કાણું ,પાડીને, પછી નાવ નાવ કેમ કરે?

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111573748

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now