જાણવા જેવી વાત છે એટલે જાણી લઉં છું,
દીવો પ્રગટાવ્યો પેહલા હું અંધકારનો શિકાર છું.

પ્રકૃતિની નિયમાવલીની મને બરાબર ખબર છે,
એટલે તો વસંત પેહલા પાનખરનો શિકાર છું.

સંજોગોએ સમયે સમયે નમતા શીખવાડ્યું છે,
એટલે તો જીવતે જીવત હું મરણનો શિકાર છું.

દોસ્તીએ સમયે સમયે દુશ્મનાવટ શીખવાડી છે,
એટલે દોસ્તો વચ્ચે પણ હું દુશ્મનીનો શિકાર છું.

#શિકાર

Gujarati Poem by Ashvin Sutariya : 111573283

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now