રીત રિવાજ😂😂:
એક હોસ્પિટલમા એક માણસ ત્રણ દિવસથી ઊધરસ ખાતો આવતો.
ચોથા દિવસ એને આવતા જોઈને સ્ટાફના બધા તરત હરકતમા આવી ગયા.
બધા PPE કીટ પહેરીને આવી ગયા. એને દબોચી લીધો.
પેલો કાઈ બોલે એ પેલા જ એકે મોઢામા ડુચો નાખી માસ્ક મુશ્કેટાટ બાંધી દિધુ.
બધાએ પરાણે સ્ટ્રેચર પર સુવડાવી દિધો.
એનો રિપોર્ટ કરાવા લેબ. મા લઈ ગયા.
ઓલો ભાગવાની કોશિષ કરવા લાગ્યો તો એને સ્ટ્રેચર સાથે જ બાંધી દીધો.

આમ ધમાચકડીમાં થોડો સમય પસાર થઈ ગયો. ત્યા પેલા માણસનો રિપોર્ટ આવી ગયો.

રિપોર્ટ નેગેટિવ આવ્યો એટલે બધા એ રાહતનો દમ લીધો.

પેલાને મુક્ત કરી દિધો ને પછી પુછ્યુ કે ભાઈ રોજ ખાંસી કેમ આવે તને??

ઓલા એ કિધુ, લુખ્ખાઓ અહી મારા દિકરાની વહુ કામ કરે છે. મારો દિકરો રોજ એને ટિફીન દેવા આવે. ત્રણ દિવસથી એ બહારગામ ગયો છે એટલે હુ આવુ છુ. હુ ખોખારો ખાઉ એટલે વહુ ને ખબર પડે કે હુ આવી ગ્યો ને લાજ કાઢી લ્યે. એટલે જ અહિ આવી ને ઉધરસ ખાઉ છુ, સમજી ગ્યા??"

😆😆😂😂😅😆😂

Gujarati Funny by અમી વ્યાસ : 111572335

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now