👉એક દ્રશ્ય👈


એ શહેરની એ ગલીમાં, એક અજનબી બની જઈ ચડ્યો. બન્ને-બન્ને, ત્રણ-ત્રણ માળની ઇમારતો બને બાજુ ઉભેલી અનેક વેદના અને મારી ગયેલ માનવતાની ગવાહી આપી રહી હતી.


તમામ અફસાના સત્ય બની રહેલા દેખાયા, પરફ્યુમની આવતી મહેક, પુષ્પનો ગજરો, માથામાં લાલ બિંદી, સોળે શણગાર સજેલી, એ નવ યુવનામાં કઈક ખોટી રહ્યું હતું. એના ચહેરા પર પથરાયેલ હાસ્ય અને આંખોમાંથી ટપકતી સ્નેહની બુંદ એની અંદરની વ્યથા અને ભયભીત કથાની ચાળી ખાઈ રહી હતી.


પોતાના ઓરડા માંથી ચહેરો બહાર કાઢી ઈશારા કરતી સ્ત્રીઓ, પૈસાની લેતી-દેતીમાં પુરુષ સાથે ઝઘડા કરતી બાયો, ગાળો બોલીને પુરુષને ધિક્કારતી, મોઢામાંથી પાનની પિચકારી મારી ગ્રાહકને આકર્ષતી સ્ત્રીઓ, પોતાના ઓરડામાં પુરુષને લઈ જતી સ્ત્રીઓ, આ તમામ દ્રશ્ય મારી સામે જ હતા. અને હું...ક્યાં એરિયામાં હતો....!


સમાજનો ઉતાર કહેવામાં આવે છે એ વસાહતમાં, હું સ્તબ્ધ થઈને ઉભો હતો. ત્યાં એક બાયની રાડ મારા કાન પર આવી, મેં જરા ઉંચી નજર કરીને જોયું, તારા તરફ, મને ઈશારો કર્યો, ઉપર આવવા માટે, હું ધ્રુજતા પગે દાદર ચડીને ગયો.


એ ને ક્યાં કઈ જાણ-અજાણની કોઈ વાત હતી, પોતાના મશીન બની ગયેલા શરીર અને વિચાર સાથે પોતાના ગ્રાહકોને સંતોષવાના હતા. હું મૌન હતો, એ પણ મૌન રહી. થોડી હિંમત કરી મેં અને કહ્યું " બધું છે તારામાં પણ એક વાત ખૂટી રહી છે, શણગાર છે ભરપૂર, હાથમાં રચાયેલ મહેંદી છે, પગમાં ખનકતા પાયલ છે, હાથમાં કંગનની પુરી જોડે પહેરી છે, પણ...પણ...પણ...તારી સેંથીમાં સિંદૂર નથી... એ કઈ હતી રાત જ્યારે તું મજબુર હતી, અરમાનોની ચિતા પર તું ચૂર હતી."


એને પણ કંઈક નવાઈ લાગી, આજ સુધી આવેલા ગ્રાહકોમાં આ અલગ છે, કદાચ આ ભારતનો નથી, નહિતર જે રાતે હું મજબુર હતી એ રાત ન પૂછે. તેના હોઠોએ પોતાનું મૌન તોડી નાખ્યું, જે હતું દિલમાં એ બધું એને બોલી નાખ્યું . સાંભળ હવે મારી આ અજબ કહાની"જીવતી છું ફક્ત શ્વાસ લઈ આંસુ નસીબ છે, આ હસતા ચહેરા પર દાવાનળ સમાયો છે, અરમાન બધા ચૂર થઈ ગયા, હતા જે પ્યારા એ દૂર થઈ ગયા. નાની હતી ત્યારથી મને ઉઠાવી છે, એક સ્ત્રી માંથી વૈસ્યા મને બનાવી છે. હવે શાંતિથી ચાલ્યો જા મારા દેશના વાસી, બસ આજ સાંભળવા હતી હું સદીઓથી પ્યાસી."


બસ આટલું સાંભળી હું નીચે આવી ગયો, સ્તબ્ધ થયેલા મારા પગ આગળ વધી રહ્યા હતા. સામે નજર કરી તો એક ભિખારી બાળક હતું. હાથમાં કટોરોને ફાટેલા વસ્ત્ર હતા. એટલામાં એક શાહુકાર આવ્યા. પાનની પિચકારી મારી બાળકને બોલવા લાગ્યો, "તમારા જેવા જ આ દેશને આગળ નથી આવવા દેતા." બાળક મજબુર હતો એટલે મૌન એ રહ્યો.


ચંદનનું તિલક અને નવાબી ઠાઠ હતો એનો, સમાજના ઉતારની વસ્તીમાં શાહુકારોની અવરજવર, ખુલતી કળીને ચૂસતા હતા આ ભવર, દેખાવો પણ એટલા દંભી રહ્યા હતા, પૂજારીના ઉતારા એ ઓરડામાં રહ્યા હતા.


બસ આટલું જોઈ હું ત્યાંથી નીકળો ગયો, માણસ હતો હું પથ્થર અને મીનબતી માફક પીગળી ગયો. શુ થયું ત્યાં વધુ કઈ જાણી ન શક્યો, જે જોયું એ દ્રશ્ય હું અહી પૂરું સમજાવી ન શક્યો. અંતરની જ્વાળા ખૂબ હવે એ શાંતિ થઈ ગઇ, દ્રશ્ય રહ્યું દિલમાં અને સિસકી રહી ગઈ.


✍️મનોજ સંતોકી માનસ✍️



#દ્રશ્ય

Gujarati Blog by SaHeB : 111572287

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now