પ્રેરક કથા:-
લઘુકથા:
કોરોના પોઝિટિવ (Written By - Bijal 🙂🙂)

સુકેતુ ના હાથમાં એનો કોરોનાનો નેગેટિવ રીપોર્ટ હતો. પરંતુ હાશ અનુભવવા ની જગ્યાએ તેના મનમાં કંઇક અલગ જ ગડમથલ ચાલી રહી હતી. એ સતત એક અપરાધ ની ભાવના અનુભવી રહ્યો હતો. આઇસોલેશન વોર્ડમાં વિતાવેલા એના પંદર દિવસો તેને ઘણું શીખવી ગયા હતા.
નાનકડી ઓરડી જેમાં ચાર દીવાલો અને એક પલંગ, મનોરંજન નું કોઈ સાધન નહિ , પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરવા કે વાત કરવા માટે કોઈ વ્યક્તિ નહિ , જમવાની થાળી કે ચા પણ દૂરથી કોઈ સરકાવી જતું, પોતાનું બધું કામ જાતે કરવાનું અને એકલવાયું જીવન. તેના હૃદયએ એક હતાશા ભરેલો નિશ્વાસ નાખ્યો અને હોસ્પિટલમાં થી રજા લઈ ઘરે પરત આવ્યો.

પત્ની અને બાળકો તેનું ઉમળકા ભેર સ્વાગત કરવા ઉત્સુક હતા . પરંતુ ઘરમાં પ્રવેશતાની સાથે જ સમગ્ર હતાશાને ખંખેરી સીધો એ માંની નાની અમથી ઓરડી તરફ ગયો અને માંને ખેંચીને બહાર લઈ આવ્યો. પત્ની અને બાળકોની સામે જ એણે માંને કહ્યું " આજથી તારે અમારી સાથે બેસીને જ જમવાનું , વાતો કરવાની અને ટીવી પણ જોવાનું આમ એકલા રૂમમાં નહી બેસવાનું"

આંખની પાંપણ પર ઉભરાઈને આવેલો અશ્રુ લૂછતાં માં એ કહ્યું

" અરે વાહ!!આ કોરોના તો પોઝિટિવ આવ્યો."

Gujarati Thought by Darshan Jani : 111572222
Sonal 4 years ago

Read this story on Facebook and received on Whatsapp too 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now