Hope you read Gujerati

કેળાં ખાવાથી હાડકાં મજબુત થાય
અને
કેળાંની છાલ ઉપર પગ આવવાથી ભાંગી જાય !!

જબરું, નહીં ?
😂😂😂😂😂

​"વા"​ થી માત્ર શરીરનુ
એક અંગ પકડાય છે.
પરંતુ
​"પરણ-વા"​ થી માણસ
આખો પકડાઈ જાય છે..

😂😂😂
બેન્કવાળી બહેનનો ફોન આવે અને લોનનું પૂછે તો ફોન કાપવો નહીં,

થોડો રસ લેવાનો. . .

પછી નામ પૂછે એટલે બિંદાસ કહી દેવાનું,
'વિજય માલ્યા' . .

કસમથી ફરી ક્યારેય ફોન નહીં આવે... . .

😂😂😂


અણવર : ગોરબાપા, કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર ?

ગોરબાપા : ગમ્મે એનીકોર બેહાડ, લગન પછી માથા ઉપર જ બેહવાની છે .
😂😂😂😂
પત્ની (બપોરનાં ટાંણે) :: એ હાલો ડીનર લઈ લ્યો....

પતિ :: ડોબી, અત્યારે લંચ કેવાય...

પત્ની :: ડોબા, આ ગઈ કાલ રાત નું છે...
મને શીખવાડે છે પાછો....

😜 😜😜😜😀😀😀😀
સમાજ વિદ્યા ની પરીક્ષા મા ઍક પ્રશ્ન પૂછાયો હતો,

"વાણીયા"_અને_"સ્વામિનારાયણ"

આ બંને નું ભારત માટે શું યોગદાન રહ્યુ હતુ,

વિદ્યાર્થિ એ સરસ જવાબ આપ્યો
જો આ બંને કોમ ડુંગળી ખાતી હોત તો ડુંગળી ના ભાવ ડ્રાયફ્રુટ કરતા પણ મોંઘા હોત...

🤣🤣🤣🤣🤣🤣🤣🤣
પ્રોફેસર બુચ બીમાર થયા

ડોક્ટરે ગ્લુકોઝ નો બાટલો ચડાવ્યો..
બુચ સાહેબ હસ્યા

ડોક્ટર :.... કેમ હસ્યા???

બુચ સાહેબ :.... રોજ બાટલા ઉપર બૂચ હોય છે
આજે બૂચ ઉપર.. બાટલો

😀😀😜😜😂😂😄🏊🏊
શિક્ષક : ભગવાન રામે વનવાસ માટે કયો સમય નકકી કર્યો હતો ?
ભૂરો : સાહેબ 9.15 નો
શિક્ષક : એમ? સમજાવ કેવી રીતે ?
ભૂરો : સાહેબ " વનવાસ " નુ ઉંધુ કરીને વાંચો.

પછી શિક્ષક ભણાવવા નુ છોડી ને રામકથા કરવા લાગ્યા. .....
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣


પત્ની- તમે સફેદ પેન્ટ પર પીળો શર્ટ ના પહેરતા.
પતિ- કેમ ?
પત્ની- પરમ દિવસે મારી બહેનપણી કહેતી હતી કે જો તારા "દાળ-ભાત" આવે છે.😂🤣


એક બહેન વજન કરતી વખતે વજનકાંટા ઉપર ઉભા રહી થોડી થોડી વારે ઊંડા ઊંડા શ્વાસ લઈ પેટને અંદર ખેંચે ...
એમના પતિદેવ થી ન રહેવાયું ., એ કહે ,: - એમાં કાંઈ ફેર ન પડે પેટ અંદર લેવાથી વજનકાંટો વજન ઓછું ન દેખાડે...!!!
બહેન ખીજાયને બોલ્યા , :- બુદ્ધિ વગરના છો સાવ...!!!
પેટ અંદર લઉ તો જ કેટલું વજન છે એ મને દેખાય ને...???
😄😄😄😄😄😅😅😅

Gujarati Funny by અમી વ્યાસ : 111571315

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now