સ્ત્રી ને તો પગ માં ઝાંઝર ગમે
ના,મને તો ટ્રેકીંગ શુઝ પણ ગમે
કોઈ પૂછો તો ખરાં....

સ્ત્રી ને તો કાયમ ઘરમાં ગમે
ના,મને તો પહાડો ની કંદરા માં ખોવાઈ જવું પણ ગમે
કોઈ પૂછો તો ખરાં......

સ્ત્રી ને તો હાથમાં કંગન અને રીંગ ગમે
ના, મને તો ફાઈલ અને પેન પણ ગમે
કોઈ પૂછો તો ખરાં.....

સ્ત્રી ને તો ટીવી સિરીયલો જોવી બહુ ગમે
ના,મને તો પ્રોજેકટર પર સમજાવવું પણ ગમે
કોઈ પૂછો તો ખરાં.....

વિત્યો જમાનો બદલાઈ ગઈ વ્યાખ્યા
હવે આભૂષણ ઘર પોષાક નહીં
સ્ત્રી ને જોઈ છે પોતાની ઓળખ અને અસ્તિત્વ
કોઈ જુઓ તો ખરાં......

વાદળ નું પણ કેવું ?
બિલકુલ સ્ત્રી જેવું

બંધાવું
વરસવું અને
વિખરાઈ જવું

ઝીલવાની પાત્રતા સામે હોય કે ન હોય
પણ આપી દીધા નો સંતોષ
અદ્ભુત હોય છે ને સ્ત્રી.....

ન આશ...
ન પ્યાસ...
થોડો વિશ્વાસ ...
ખાસ એહસાસ

આ છે સ્ત્રી..સ્ત્રી
જેને સમજવા જશો તો ગ્રંથ લાગશે
પણ એની સાથે જીવશો તો વસંત લાગશે....

Gujarati Blog by Krishna : 111570962

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now