કોલેજમાં ભીખાભાઈ એક છોકરીના પ્રેમમાં પડ્યાં.

તેમણે તેને એક પ્રેમપત્ર લખ્યો.

“હું તને ખુબજ પ્રેમ કરું છું. જો, તને પણ મારી સાથે પ્રેમ હોય તો આવતીકાલે લાલ રંગનો ડ્રેસ પહેરીને કોલેજમાં આવજે.”

પ્રેમપત્ર એક પુસ્તકમાં મૂકીને પુસ્તક તેને આપી દે છે.

બીજા દિવસે તે છોકરી પીળા રંગનો ડ્રેસ પહેરીને કોલેજમાં આવે છે અને ભીખાભાઈને એમનું પુસ્તક પરત કરી દે છે.

આ જોઈને ભીખાભાઈ નું મન સંસારમાંથી ઉઠી જાય છે. કોલેજ છોડી દે છે અને તે દેવદાસની જેમ જીવવા લાગે છે.

સમય વીતે છે........

પેલી છોકરીનું બીજે ગોઠવાઈ જાય છે.

ભીખાભાઇ દેવદાસની જેમ એકલાં જ જીવ્યે જાય છે. વર્ષો બાદ........

ભીખાભાઈ ઘરનો કચરો સાફ કરતાં હોય છે...

અલમારીને ધક્કો લાગતાં પેલું પુસ્તક ઉપરથી છટકીને નીચે પડે છે.

અને.......

એમાંથી એક ચિઠ્ઠી સરકી પડે છે.

“મને પણ તમે ખૂબ ગમો છો. તમે મારાં મમ્મી-પપ્પાને મળો. જો તેઓ સંમતિ આપશે તો હું જરૂરથી તમારી સાથે લગ્ન કરીશ. અને હા, મારી પાસે એક પણ લાલ ડ્રેસ નથી. તો SORRY !!!”

.
.
.
.
.
.

ખાસ નોંધ-
હવે તમે તમારાં જૂના પુસ્તકો ફંફોસવા ન બેસતાં !!!
તમારો સમય ક્યારનોય વીતી ચૂક્યો છે.

મહેરબાની કરીને પોતાના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપો.

😜😜🤣🤣😂😂😂

Gujarati Jokes by Ghanshyam Patel : 111570221

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now