કોઈ છોડી દે સાથ તો તકલીફ પડે છે;
કોઈ તોડી દે દિલ ત્યારે તકલીફ પડે છે;

લાગણીઓ કરીએ ન્યોછાવર કોઈ પર,
કહે લાગણીહીન ત્યારે તકલીફ પડે છે;

સંબંધ નિભાવ્યે રાખ્યો છે જીવન ભર,
#કામચલાઉ સંબંધમાં તો તકલીફ પડે છે;

હાથ જોડીને ભટક્યા મંદિર મસ્જિદ,
ના થાય દુઆ કબુલ તો તકલીફ પડે છે;

ઈશ્વર, અલ્લાહ, ગોડ એકજ છે છતાં,
માણસ કરે નોખા ત્યારે તકલીફ પડે છે;

#કામચલાઉ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111568802

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now