કુદરત ની કૃપા કેવી ન્યારી!
કેટલી સુંદર સૃષ્ટિ બનાવી.!

માણસ ને આપી બુધ્ધિ સારી,
તેમાં તેણે તેજ વધારી.

લાગણી,ભાવ ને ભક્તિ આપી,
કરવા સૃષ્ટિ ની રખવાળી.

ભૂલ્યો ભાન ને ભૂલ્યો ભગવાન,
સમજ્યો ખુદ ને હકદારી.

ખુદ દયા ની ભીખ માગતો,
કરી ને બીજા પર અત્યાચારી.

બન્યો સ્વાર્થી,પાપી ને અભિમાની,
ભગવાને ત્યારે લીલા બતાવી.

ગરજે વાદળ ને વીજ ઝબૂકે,
વરસે મેહુલિયો હદ વટાવી.....

Gujarati Poem by Kailas : 111568694

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now