કામચલાઉ મેળો છે, મનેખનો આ જીવતર
ડગે ડગે મુશ્કેલી છે, માનેખને આ જીવતર

જન્મ મરણ નો ખેલ છે, ખેલ આ જીવતર
જન્મ મળ્યો કામચલાઉ, જીવીલે આ જીવતર

સંબંધોના પરપોટા ફોડે છે, આ જીવતર
કરેલા કર્મનો હિસાબ છે, ભોગવ આ જીવતર

સત્ય વસ્તુ જાણી લઈ, સફળ કરને આ જીવતર
આનંદ અનુભૂતિ કર, સત્યકર્મ કર આ જીવતર

જન્મ ઋણાનુબંધથી છે, ઋણ ચુકવને આ જીવતર
જન્મ મરણનું બંધન છે, હવે મુક્ત કરને આ જીવતર

#કામચલાઉ

Gujarati Poem by Ashvin Sutariya : 111568604

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now