ખીલી પ્રકૃતિ સોળે કળાએ સાવનમાં,
પાંગળશે પ્રેમ આ દિલમાં #વિશ્વાસ છે મને;

બાગમાં ખીલ્યાં પુષ્કળ પુષ્પો અહીં,
ખીલશે પ્રેમ પુષ્પ દિલમાં #વિશ્વાસ છે મને;

ભમરા આવે છે પરાગરજ ને ચુમવા,
કોઇ ગમશે મારા દિલને #વિશ્વાસ છે મને;

પતંગિયાં છે આતુર પુષ્પ ને પામવા,
ભરશે મને આલિંગનમાં #વિશ્વાસ છે મને;

કહે છે કે જોડી ઉપર વાળો બનાવે,
કોઇ હશે આ દિલ માટે #વિશ્વાસ છે મને;

અગર ના મળ્યા જીવતે જીવત તો,
એ અંતિમ દર્શને આવશે #વિશ્વાસ છે મને;

#વિશ્વાસ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111567925

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now