જ્યારે સવાલો નાં જવાબ મળી જાય, ત્યારે શું થાય છે. એક સરસ મજાની શાંતિ ની અનુભૂતિ નો અહેસાસ થાય છે. આ શાંતિ એટલી સરસ હોય છે કે એની લહેરો માં કૂદકા કરવા પણ મજા આવે છે બોસ.

બહુ સરળ હોય છે આ શાંતિ ને મેળવવું, બસ મન ની વાતો ને મન માં નાં રાખીને , બધી વસ્તુ નાં ચોખવટ કરી લઈએ ત્યારે તમે આ લાગણી અનુભવી શકો છો.

હમેશા મન માં વસ્તુ ભરી રાખવાથી, ક્યારે મન ભરીને નઈ જીવી શકાય. મન ભરીને જીવન ને જીવવા માટે માણસે પોતાનું મન ખાલી કરવું પડશે. જ્યાં સુધી મન માં ભરેલી વાતો સવાલો બહાર નઈ આવે ત્યાં સુધી, તમને પણ જીવનને જીવવાની મજા નહિ આવે.

જીવન ને જીવવા માટે અને ખુશી થી જીવવા માટે જરૂરી છે કે દૂધનો ઉભરો આવે અને વેરેર જાય. એક સાથે બધી વાત નાં ન્યુક્લિયર બોમ્બ ફોડવા ક્યારે જરૂરી હોત નથી.

જ્યારે પણ એમ લાગે કઈક ખટકે છે, તો પૂછી લેવું યાર. ચોખવટ સબંધ ને સાચવી રાખે છે.

Gujarati Blog by Komal Mehta : 111566399

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now