એમની "વાત" મેં ધ્યાનથી સાંભળી.
વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખી.
એમણે આખરે ભાર પૂર્વક કહ્યું કે
"તમને એકને જ કહું છું", એટલે
આ "વાત" ગુપ્ત રાખજો, હોં કે?

બીજે દિવસે,

એ જ "વાત" એમનાં પડોશીએ
એટલી જ ગંભીરતાથી મને કરી.
ગુપ્ત રાખવા સૂચન પણ કર્યું.
એ "વાત" એમનાં સિવાય કોઈને
નહોતી કરી, તેમણે સ્પષ્ટ કર્યું.

હવે, વાત એમ છે કે...એ વાત -
વાત 'ગુપ્ત' છે! હું તમને નહીં કહું!
મારી મૂંઝવણ તમે ગુપ્ત રાખશોને?

~|~ કેતન વ્યાસ


#ગુપ્ત

Gujarati Microfiction by Ketan Vyas : 111565177

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now