વાતો વાતોમાં મને રિસાઈ જવાની ટેવ છે,
શું તને મારા દિલને મનાવવાની આવડત છે...!

ગુસ્સો તો હું ઘણો કરી જાવ છું તારા પર,
શું તને મારો ગુસ્સો શાંત કરતા આવડે છે..!

રહીને ચૂપ હું તને ઘણું કહી જાવ છે,
શું તને ઈશારો કરીને સમજવી શકે છે...!

ઘાયલ થાવ છું અમુક તારી વાતો થી,
શું તને મલ્હમ લગાડતા આવડે છે...!

વરસાવતો રહુ છું મારો પ્રેમ અઢળક તને,
શું તને પ્રેમની બુંદ બની ભીંજવી શકે છે..!

તારી સાથે વાતો કરવા હું મોડી રાત જાગું છું,
શું તને ખબર છે થાક્યો હોય તોય જાગું છું...!

પ્રેમ ની સાબિતી તો ઘણી આપી મે તને,
શું તું હવે તારો ખરો પ્રેમ સાબિત કરી શકીશ...!

જીત ગજ્જર

Gujarati Poem by Jeet Gajjar : 111564697

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now