થેન્ક યુ જિંદગી તને.....

એક કપ મસ્ત ચા , મૂશળધાર વરસાદ અને ખાસ ગમતો મિત્ર.
બીજું જોઈએ શું ?

એક લોંગ ડ્રાઈવ , એક ગમતો રસ્તો અને એક ગમતું ગીત.
બીજું જોઈએ શું ?

કોઈ નિરાંતની સાંજે એક ગમતા પુસ્તકના પાનાં ઉથલાવીને , દુનિયાને ભૂલી જઈ શકું તો થેન્ક યુ જિંદગી તને....

એક મનગમતી સાંજે આથમતા સૂરજની સામે ઉભા રહીને , મારી જાત સાથે કશુંક વીતેલું માણી શકું તો થેન્ક યુ જિંદગી તને...

એક ગમતી વ્યક્તિનો સાથ , એક મનગમતો તેનો મીઠો સ્વાદ
બીજું જોઈએ શું ?

વર્ષોથી સાચવેલી શ્રદ્ધા , એક ગમતી પ્રાર્થના અને મંદિરમાં એક ઈશ્વર.
બીજું જોઈએ શું ?

ગમતા લોકોની હાજરીમાં , મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું બસ
બીજું જોઈએ શું ?

જેને પ્રેમ કરું છું એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું.
બીજું જોઈએ શું ?

એક ગમતું થિયેટર, હાથમાં પોપકોર્ન અને સામે ગમતો સુપર સ્ટાર.
બીજું જોઈએ શું ?

કેટલાક ગમતા લોકો , હાથમાં મીઠાઈ અને હૈયામાં ગમતો તહેવાર.
બીજું જોઈએ શું ?

તેં આપવા જેવું બધું જ આપ્યું છે અને તેમ છતાં ન માંગવા જેવું હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું.

મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ તો મેં અનેક વાર કરી છે તને,
પણ એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે ક્યારેય આભાર નથી માન્યો તારો.

દૂર સુધી દોડ્યા પછી , હાંફતા હાંફતા મારા જ હ્રદયના ધબકારા સાંભળી શકું.
બીજું જોઈએ શું ?


થેન્ક યુ જિંદગી તને....

Gujarati Poem by Mahesh Vegad : 111563246

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now