#પસ્તાવો

વિદેશના મોલમાં કેશીયર તરીકે કામ કરતી કહાનીને રોજ રોજ નવા નવા અનુભવો થતા રહેતા. હજી હમણાંની જ વાત છે. એક ગ્રાહકે 80 ડોલરની ડીઝાઇનર ચાદર ઉપર સસ્તી ચાદર નું 14 ડોલરનું સ્ટીકર ચોટાડી દીધું. ચાદર ઉપર 80 ડોલરનું બારકોડ સાથેનું સ્ટીકર તો હતું જ. હવે ચાદર ઉપર બે સ્ટીકર થઈ ગયા એક 80 ડોલરનું અને એક 14 ડોલરનું. જો કે બારકોડ ઉપરથી આ વસ્તુ પક્ડી શકાય કે બંને વસ્તુ જુદી છે અને કેશ આઉટ કરતી કહાનીએ આ પક્ડી પાડ્યું. પણ ગ્રાહક ખૂબ જબરો હતો. તેણે આ ચાદર 14 ડોલરમાં જ લેવાની જીદ પકડી. મેનેજર કલ્પનાબેન આગળ પણ ગ્રાહકે ખરાબ વર્તન કર્યું. જો પકડવો હોય તો ગ્રાહકને ઘણી રીતે પક્ડી શકાય દરેક મોલમાં કેમેરા તો લાગેલા જ હોય પરંતુ સ્ટોર મેનેજર જેમ્સે વચમાં ઝંપલાવ્યું અને મામલો થાળે પડ્યો. અને છેવટે ગ્રાહક 14 ડોલરમાં ચાદર લઈને ગયો. દરેકનો અડધો કલાકનો સમય બગડ્યો એ નફામાં. " શું ખરેખર ગ્રાહકને આવું કરવાનો પસ્તાવો નહી થયો હોય" એવું કહાની મનોમન વિચારી રહી. સૌથી ખરાબ વસ્તુ એ હતી કે ગ્રાહક ગુજરાતી હતો.

Gujarati Microfiction by Vihad Raval : 111563174
Vihad Raval 4 years ago

ખૂબ ખૂબ આભાર

Vihad Raval 4 years ago

હા પણ શુ કરીએ ? બહાર વસતા ગુજરાતીઓ મહદ અંશે આવા જ હોય છે. આપણે NRI કહીને માથે ચઢાવીએ છીએ.

Vihad Raval 4 years ago

સાચી વાત છે

M shah 4 years ago

પસ્તાવો એ શુધ્ધ થતા હ્રદયનું મનોમંથન છે.

jd 4 years ago

Amuk aava loko j badha Gujrati nu name bagade

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now