શિક્ષક શું છે... શિક્ષક કેવા હોય
એના ઉપર ઘણું ઘણું લખાયું. મિત્રો

પરંતુ હું કંઈ જણાવું?

માત્ર શિક્ષકની નોકરી મેળવી
પગાર આશ્રિત રહેતી કોઈ પણ વ્યક્તિ શિક્ષક નથી.

જેમ શિક્ષક સરવાળા-બાદબાકી શીખવે છે
તેમ તેને પોતાને પોતાની અંદર કયા ગુણ ઉમેરવા
અને કયા બાદ કરવા તેનું સંપૂર્ણ જ્ઞાન અવશ્ય હોવું જોઈએ.

######################

જેના વદને સ્મિત નથી, તે શિક્ષક નથી
જેના હૃદયમાં હેત નથી, તે શિક્ષક નથી

જેના બોલ મધુર નથી,  તે શિક્ષક નથી
જેનો ઉર કોમળ નથી,  તે શિક્ષક નથી

જેની આંખોમાં સ્નેહ નથી, તે શિક્ષક નથી
જેની હાજરીમાં ઉત્સાહ નથી, તે શિક્ષક નથી

જે વિદ્યાર્થીને મીઠો ઠપકો આપ્યા બાદ મનાવી ન જાણે,
જે વિદ્યાર્થીના બોલતા નયન ન જાણે, તે શિક્ષક નથી

જેના વર્તનમાં તટસ્થભાવ નથી, તે શિક્ષક નથી
જે બાળ મનોવિજ્ઞાનનો જાણકાર નથી, તે શિક્ષક નથી

જેનામાં વર્ગ-નિયંત્રણ કરવાની આવડત નથી, તે શિક્ષક નથી
જેનામાં સમસ્યાઉકેલની શક્તિ નથી, તે શિક્ષક નથી

સ્નેહ, લાડ, વ્હાલ - વાતસલ્ય દૂર રહ્યા
વિદ્યાર્થીને ડરાવે-ધમકાવે, તે શિક્ષક નથી
અને જો વિદ્યાર્થી ઉપર હાથ ઉપાડે તો એ કતઇ શિક્ષક નથી./

#######################

ગર્વ સહ આભાર મારી માતાનો
જેણે આ અવગુણ બાદ કરતા શીખવ્યા
અને મને સાચો શિક્ષક બનાવ્યો


                         🖋️આભાર🖊️

Gujarati Sorry by Kulsoom : 111561689
Jignasha Parmar 4 years ago

Right..👌👌👍👍👏

Kulsoom 4 years ago

💐શિક્ષકદિનની સહહૃદય શુભેચ્છાઓ💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now