""""""""""કવિતા"""""''""""""
કલ્પનાને પાંખો આપીને આકાશ માં ઉડવા દે એ કવિતા,
જીવનનો અર્થ એટલે કવિતા,
શબ્દો નો આકાર એટલે કવિતા,
કવિ ના મનમાં ઉગેલું કલ્પનાનું "બીજ" એટલે કવિતા,
કવિ ના અસ્તિત્વ નો આધાર એટલે કવિતા,
કવિ ની લાગણીઓનું જન્મ અને મરણ સ્થાન એટલે કવિતા,

કાગળ અને કલમ ના સંવાદ નું સરનામું એટલે કવિતા,
કવિ ના મનમાં ઘૂંટાયેલી સંવેદના નું પરિણામ એટલે કવિતા,

કોરા કાગળ પર લાગણીઓનું ચોમાસું એટલે કવિતા,

કવિ નો શ્વાસ અને ધબકારો જેમાં જીવે છે એ કવિતા,

જેમાં આંખો બોલે અને હૈયું વાતો કરે એ "પ્રેમ"

કોરા કાગળના શબ્દો માં આંખો ભીની થાય અને હૈયું ડુબી જાય એ "કવિતા"!!!
Dr.priyanka gorasiya

Gujarati Poem by Dr Priya Gorasiya : 111559135

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now