#કતાર

સ્હેજે તરલ પદાર્થ ના રહેતો સવાલમાં,
પકડાય ના નજરથી કે સપડાય જાળમાં.

ચિત્કાર કેળનો અને વિજળીની વંચના
માપી શકું ભલે તું ના રાખે કતારમાં.

ધબકાર વચ્ચે ગામના સ્રોવર રમે ન રાસ,
તો પણ અનુભવાતું એ વ્હેતા પ્રવાહમાં.

આવી, જવું - જે નામ દીધું તે ધરું છતાં,
હું કોણ ? કોણ કહી શકે પ્રાણે અપાનમાં.

આમે અકળ કો' સત્ય ક્યાં સમજાય સ્હેજમાં,
અણસાર વ્યાપનો મળે ક્યાં - ક્યા પ્રમાણમાં.

--મનોજ શુક્લ.
(૫-૧૨-૨૦૦૬)

Gujarati Poem by મનોજ : 111558647
મનોજ 4 years ago

धन्यवाद 🙏

SENTA SARKAR 4 years ago

Bahot Khub👌👌

મનોજ 4 years ago

ધન્યવાદ

મનોજ 4 years ago

ધન્યવાદ

Shefali 4 years ago

વાહ.. જોરદાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now