દાખલો દાખલો દાખલો
જન્મ્યો ત્યારે જન્મનો દાખલો.
મારી જાતિ નક્કી કરવા જાતિ નો દાખલો.
ભણવા બેઠો ત્યારે ભણતર નો દાખલો.
વ્યવસાય કર્યો તો આવક નો દાખલો.
લગ્ન કર્યા તો લગ્ન નો દાખલો.
બાળક થયું તો બાળકનો દાખલો.
જયારે મરણ થયું ત્યારે મરણ નો દાખલો.
લોકો આપેછે બીજાને હવે મારો દાખલો.
બસ આજીવન આખુ મારોજ દાખલો.
બધુજ જતું રહ્યું પણ રહી ગયો આ દાખલો.
બસ આ દાખલો બસ આ દાખલો.
( પાર્થ )



#દાખલો

Gujarati Poem by શબ્દો ની આંગળીએ : 111557710

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now