દાખલો અરે હા!!!!!!!!!દાખલો
મારાં જીવન નો ભાગ છે આ દાખલો

સંબંધો ની ગણતરી કરવા બેઠો
ત્યારે ખોટો પડ્યો મારો દાખલો.

પ્રેમ ની યાદો વાગોળવા બેઠો
ત્યારે ખોટો પડ્યો મારો દાખલો.

જિંદગી ના અનુભવ ગણવા બેઠો
ત્યારે ખોટો પડ્યો મારો દાખલો.

વ્યવહાર ને સમજવા બેઠો
ત્યારે ખોટો પડ્યો મારો દાખલો.

મારી ભૂલો નો હિસાબ કરવા બેઠો
ત્યારે ખોટો પડ્યો મારો દાખલો.

પોતાના સમજી વાત કરવા બેઠો
ત્યારે ખોટો પડ્યો મારો દાખલો.

માતૃ ભારતી વાંચવા બેઠો
ત્યારે ખોટો પડ્યો મારો દાખલો.

બસ મારું આ કાવ્ય વાંચનાર ની રાહ જોઈ બેઠો
ત્યારે ખોટો પડ્યો મારો દાખલો.
(પાર્થ)




#દાખલો

Gujarati Poem by શબ્દો ની આંગળીએ : 111557701

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now