રડવું... રડવું કાયમ કમજોરી કેમ કહેવાય છે! હૈયું કોક પાસે ખોલી હળવું થવું કમજોરીની નિશાની કેમ ગણાય! વિશ્વાસ હોય એની જોડે હસી શકાય એની જોડે રડી શકાય. આંસુ કમજોરી હોય જ નહિ. માણસ દુનિયા જોડે લડી શકે.. પોતાના જોડે લડી ન શકે. થાકી જાય , કંટાળી જાય આખરે હારી જાય. બોલી ન શકે એવા શબ્દોના બંધ મન માં ને મન માં બન્યા કરે, ત્યારે કોઈ સ્નેહીનો ખભો મળે ને એ બંધ ધરાશાયી થઈ આંસુ રૂપે વહી જાય. અરે હું તો કહું કે મને તો રડતો માણસ ગમે.. રડી લે હળવો થઈ જાય. ફરી નવા સપના જોવે , ફરી તૂટે , ફરી રડે પણ એ હારે નહિ. બહુ હિંમતનો ડોળ કરતો માણસ અંદર ને અંદર રોજ રડે છે. તો જાહેર ક્યારેક રડાય માં કેમ નહિ! રડવું કોઈ ગુનો નથી. રડવું કોઈ કમજોરી નથી. રડવું પણ એક લાગણી જ છે. જેને બીજી લાગણીઓની જેમ બતાવી શકાય. its ok.....

Gujarati Blog by Ravina : 111554672
Kamlesh 4 years ago

વાહ!!! સાવ સાચું!!!

Ravina 4 years ago

બની શકે

Ravina 4 years ago

સાચું

Ravina 4 years ago

આભાર જીગરી

Ravina 4 years ago

સાચું

Ravina 4 years ago

લાગણીશીલ થવું જ ક્યારેક ગુનો લાગે... ને રોતલ તો બીજા કહે ને! તમને તો ખબર જ હોય તમે કેટલા strong છો...

SHILPA PARMAR...SHILU 4 years ago

વાહ...સાવ સાચી વાત કીધી......પણ અત્યારે રડતા માણસને ખભો આપનાર ઘણા ઓછા મળે છે.....

Vidya 4 years ago

રડવાથી હળવાશ થતી હોય છે,મનમાં કંઈ રૂંધે એ આસું રૂપે બહાર આવી જાય તો કંઈ ખોટું નથી.ભલે એ જાહેરમાં હોય કે ઐકલતામાં .

હરિ... 4 years ago

આમ અઘરું ને આમ સહેલું છે રડવું...

Varsha Patel 4 years ago

Hu b vat vat ma emotional thai javu 6u nd radi javay 6 mara thi bt hu ema rotal lagu 6u. Aavu kevu?

Shefali 4 years ago

સાચી વાત છે..

Meera Soneji 4 years ago

સાચી વાત છે રડવા થી મન હળવું થઈ જાય ને કમજોર તો એ લોકો હોય છે જે દુનિયાની સામે પોતે દુઃખી છે એવું સ્વીકારી નથી શકતા.એવા લોકો દુનિયા એને કમજોર કહી ને હસી ઉડાવશે એ બીકે પોતે ખુશ છે એવો ડોડ કરતા હોય છે એવા લોકો કાયમ ખોટું જ બોલતા હોઈ છે

Ravina 4 years ago

ક્યારેય જાહેર માં રડી પડાય તો તમે કમજોર નથી

Solanki Dashrathsinh 4 years ago

સરસ.... પણ જાહેરમાં... થોડું.... વિચારવા લાયક..

Ravina 4 years ago

હા હો..

Ravina 4 years ago

સરળ તો જીવન પણ ક્યાં છે દી!

Piyusha 4 years ago

Aghru chhe ...

ધબકાર... 4 years ago

વાહ... લાગણીઓનો ધોધ વરસાવ્યો...☺️

HINA DASA 4 years ago

વાહ સખી કુરબાન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now