ઘરના એવા ક્યાં કામ ઉપર લેબલ લગાવ્યું છે કે આ કામ ફક્ત અને ફક્ત સ્ત્રીઓ જ કરી શકે ? લેબલ આપણે પોતે લગાવ્યા છે. કચરા-પોતું, વાસણ, સાફ-સફાઈ એક સ્ત્રી જ કરે. આજના યુગમાં કેટલાક અંશે પુરુષ રસોડામાં જમવાનું બનાવતા થયા છે જેના કારણે એ લેબલ થોડું હટયું છે, પણ મોટા પ્રમાણમાં નહિ, હજુ સંકુચિત મગજવાળા લોકો બપોરે બાર વાગે અને રાત્રે આઠ વાગે તૈયાર થાળીએ જમનારા અને સહેજ મોડું થાય તો રાડો પાડનારા રહેલા છે.

જો એક સ્ત્રી નોકરી સાથે ઘર પણ સાચવી શકતી હોય તો એક પુરુષ કેમ નહિ ? ચાલો માનીએ કે દુનિયાને આ બધું બતાવવામાં તેનું સ્વમાન હણાય છે, પરંતુ ઘરની ચાર દીવાલોની વચ્ચે તો તે આ કામ કરી જ શકે છે ને ? સ્ત્રીની મદદ કરવામાં કોઈ પુરુષ પત્નીનો ગુલામ નથી બની જતો. પરંતુ ઘરમાં રહેલી એ સ્ત્રીની આંખોમાં એ પુરુષની ઈજ્જત બમણી બની જાય છે. ઘરની બહારની સ્ત્રીઓને સારું બતાવવા કે સમાજમાં પોતાનું પુરુષત્વ બતાવવા ક્યારેય ઘરની સ્ત્રીને તકલીફ ના અપાય !!!


એક સાચો પતિ, પ્રેમી, પુત્ર, જીવનસાથી એજ છે જે સ્ત્રીને સમજે છે, તેનું સ્વમાન કરે છે, દરેક કામમાં તેનો સાથ આપે છે !!!


@નીરવ પટેલ "શ્યામ"

Gujarati Blog by Nirav Patel SHYAM : 111554567

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now