અપ્રચલિત આભા માંથી પ્રચલિત થવા,
પ્રકાશિત થઈ રોશન બનવું પડે છે,
તેજોમય પ્રકાશિત ચહેરાઓ જ,
દુનિયામાં પ્રચલિત થઇ ને વિહરે છે,
બાકી કેટલાય અપ્રકાશિત ચહેરાઓ,
અપ્રચલિત રહી ને જ વિહમી જાય છે,
પ્રકાશમય જીવને જ સૌ કોઈ ઓળખે છે,
બાકી પડછાયાને ક્યાં કોઈ ગણકારે છે,
દીવાની જ્યોત પ્રગટેલી હોય ત્યાં સુધી,
સૌ કોઈ માથું નમાવી નમન કરે છે,
બાકી બુઝાઈ ગયેલી વાટ તો,
કચરાના ડબ્બામાંથી જ મળે છે,
સોનામાં ચળકાટ છે તેથી તે પ્રચલિત છે,
બાકી પિત્તળ નો ભાવ કોણ પૂછે છે,
હીરામાં ઝગમગાટ છે તેથી તે પ્રચલિત છે,
બાકી કાચના ટુકડા ની કિંમત કોણ કરે છે,
રુદિયામાં જીવ છે ત્યાં સુધી બધું પ્રચલિત છે,
બાકી લાશ માટે તો બધું નિર્મોહી છે.
#અપ્રચલિત

Gujarati Poem by Urvashi Trivedi : 111552472

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now