માણસની વિશિષ્ટતા...

"અરે મમ્મી રોહિણી તારા સારા માટે જ કે છે.", રાહુલ બોલ્યો .
"હા હવે... ખબર નહિ કેવો જમાનો આવી ગયો છે! વહુ શુ આવી દીકરો સામે થવા લાગ્યો?", મંજુલાબેન બોલતા બોલતા ઘરના દાદરા ચડી ઉપર જવા લાગ્યા.
"અરે મંજુલા.. ક્યારની ચા નાસ્તા રાહ જોવું છું. દવા લેવાનો સમય થઇ ગયો છે.", મંજુલાબેનના 90 વરસના સાસુ રમા બા બોલ્યા.
"આ તહેવાર આવે ને આમને ઘરે લાવાના આ બધા તુત બંધ થાય તો સારું. ત્યાં વૃદ્ધાશ્રમમાં સમયસર ચા મળે જ છે ને!", મંજુલાબેન મોઢું બગાડતા બોલ્યા.
#વિશિષ્ટ

Gujarati Microfiction by Ravina : 111550096
Bhavesh 4 years ago

થોડામાં ઘણુજ આવી ગયુ..જેવું જુએ તેવું શીખે👍👍

Ravina 4 years ago

સાચી વાત...

Baloch Anvarkhan 4 years ago

નવી પેઢી ને એ નથી ખબર. કે આપણે પણ કાલે ઈ. ઉંબરે ઉભા હશું

Kamlesh 4 years ago

કડવું સત્ય

Ketan 4 years ago

Khub saras..

Shefali 4 years ago

સમયનો રંગ..👌🏼👌🏼

Jainish Dudhat JD 4 years ago

ઘર ઘર ની કહાની

ધબકાર... 4 years ago

મા અને સાસુ મા વચ્ચે નું અંતર...👌

Rohiniba Raahi 4 years ago

રોહિણી...☝️😌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now