"નીકળ્યો આજે પરીક્ષા કરવા આ બદનામ શહેરની ગલીઓની!

દુર્ગંધો મારતી એક ઝુંપડપટ્ટીની હારમાળામાં અસંતોષથી ગ્રસાયેલા પતિના હાથે માર ખાતી સ્ત્રીને જઈ પૂછ્યું,'ખબર છે આજે શું છે?'
એને દયમણા ચહેરે કહ્યું,'આજે માર ખાવાનો દિવસ છે!'

કાયમ તડકાનું પડખું સેવવાથી કાળી ચામડી પર વહી જતા લોહીવાળા એક મજુરને જઈ પૂછ્યું,'ખબર છે આજે શું છે?'
એને અકડાતા અકડાતા કહ્યું,'આજે દારૂની મહેફિલનો દિવસ છે!'

કહેવાતા શિષ્ટ માણસોથી,અભડાતી ગલીઓમાં નીકળતા એક નેતાને ઉભા રાખીને પૂછ્યું,'ખબર છે આજે શું છે?'
ત્યાં સામેથી આવતા એક વેશ્યાના છોકરાએ કહ્યું,'આજે ઝંડો ફરકાવાનો દિવસ છે!'

અને આજે મારા ઘરની ગલીમાં એ જ નેતાનું ભાષણ છે!"

Gujarati Poem by પ્રથમ પરમાર : 111542205

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now