🇮🇳Happy Independence Day🇮🇳

🇮🇳🇮🇳દેશ મારો ભારત🇮🇳🇮🇳

મારો તિરંગો મારો રાષ્ટ્રધ્વજ હંમેશા ઉંચે લહેરાયા કરે
દેશ મારો ભારત હંમેશા મારો બન્યા કરે.

કેસરી સફેદ લીલો રંગ હંમેશા સાથે જીત્યા કરે
દેશ મારો ભારત હંમેશા મારો બન્યા કરે.

વતન છે ભારત જ્યાં હંમેશા ફક્ત રત્નો જ ઉગ્યા આથમ્યા કરે
દેશ મારો ભારત હંમેશા મારો બન્યા કરે.

ગર્વ આપ્યો નાગરિક બનાવી જ્યાં સર્વ ધર્મ હંમેશા સમાન રહ્યા કરે
દેશ મારો ભારત હંમેશા મારો બન્યા કરે.

તિરંગો જોઈ દરેક હિન્દુસ્તાની પોતીકાપણાની ધ્રુજારી હંમેશા અનુભવ્યા કરે
દેશ મારો ભારત હંમેશા મારો બન્યા કરે.

શહીદોની કુરબાની જોઈ આ હૃદયમાં ગર્વની લાગણી હંમેશા વધ્યા કરે
દેશ મારો ભારત હંમેશા મારો બન્યા કરે.

સુજલામ સુફલામ માતરમ શબ્દો સૌને ફરીને ફરી હંમેશા તારા બનાવ્યા કરે
દેશ મારો ભારત હંમેશા મારો બન્યા કરે.

તું દેશ નથી મા છે જે અમને એકતા અખંડિતતા શીખવાડી હંમેશા શક્તિ પ્રદાન કર્યા કરે
દેશ મારો ભારત હંમેશા મારો બન્યા કરે.

સારે જહાન સે અચ્છા હિન્દુસ્તાન હમારા વિશ્વમાં હંમેશા ગુંજ્યા કરે
તારી માટીમાં હું માટી થઈશ તે વિચાર મને હંમેશા સુખ આપ્યા કરે
દેશ મારો ભારત હંમેશા મારો બન્યા કરે.

DJC✌️
I love my INDIA🇮🇳😇
(followinstagram@savicha_sara_vichar)
#independenceday

Gujarati Poem by DJC : 111542101
Bhavesh 4 years ago

Happy Independence Day🇮🇳

Nish 4 years ago

Happy independence day 🇮🇳

Pandya Ravi 4 years ago

એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત. ૭૪માં સ્વતંત્રતા પર્વની દેશના સૌ નાગરિકોને હૃદયપૂર્વકની શુભકામનાઓ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now