*આઝાદી*

અંગ્રેજોની ગુલામી રૂપી બેડીઓ તોડવા,
દેશની જુવાની જ્યારે દેશભક્તિ તરફ વળી હશે,
ત્યારે મારા દેશને આઝાદી મળી હશે.

માં ભોમ ખાતર જેના વીર પુત્રો શહીદ થયા છે,
એવી કેટલીયે માતાઓની દુવાઓ ફળી હશે,
ત્યારે મારા દેશને આઝાદી મળી હશે.

વિચાર માત્ર આવતા જ હૈયું ભરાઈ જાય છે મારું,
સેંકડો શહીદોની રક્તધારા આ ભૂમિમાં ભળી હશે,
ત્યારે મારા દેશને આઝાદી મળી હશે.

રક્ષાબંધન જેવા અનેક તહેવારો પર મારી,
કેટલીયે બેન,દીકરીઓની આશાઓ રઝળી હશે,
ત્યારે મારા દેશને આઝાદી મળી હશે.

ફાંસીના માંચડે લટકતા વીરપુત્રોને જોઈ,
કેટલાયે માં - બાપની છાતી બળી હશે,
ત્યારે મારા દેશને આઝાદી મળી હશે.

કલ્પના તો કરો તમે જેટલા સુધી કરી શકો?
દેશના અનેક સપૂતોની જ્યારે લાશો ઢળી હશે,
ત્યારે મારા દેશને આઝાદી મળી હશે.

જીતેન્દ્ર જી. પરમાર "રોશન"
પાલનપુર

Gujarati Tribute by Jitendrabhai : 111541973

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now