બાર વર્ષ નો છોટુ ત્રણ ભાઈ બહેન માં સૌથી મોટ્ટો. સવારે ગાડિયો સાફ કરીને વિસ્તાર ની મ્યુનિસિપાલિટી સંચાલિત શાળા માં ભણે - આગળ વધવાની ધગશ પણ ખરી અને મધ્યાહન ભોજન પણ મળી રહે. દિવાળી આવી ને બજાર શણગારાવા લાગ્યું. આ વખતે તો છોટુ એ નક્કી કર્યું તું કે બેસ્તા વર્ષે નવા કપડાં પહેરીને જ બહાર જવું. ઠીક ઠીક પૈસા બચાવ્યા હતા અને દિવાળી ની સારી બક્ષીસ પણ મળી જ હતી. નાના ભાઈ ને લઈને બજાર ગયો.ભાઈ ને પણ શણગારેલું બજાર જોઈને નવા કપડાં અને મીઠાઈ લેવાનું મન થતું હતું પણ મોટો ભાઈ ખૂબ મહેનત કરીને પહેલી વાર નવા કપડાં લેવા આવ્યો છે એ સમજીને ચૂપ જ રહ્યો. દુકાન માં આવતા બીજા નાના બાળકોની સામે જોઈ રહેલા નાના ભાઈ ની ઇચ્છા છોટુ સમજી ગયો. તે તરત જ બોલ્યો કે ચાલ શુ ગમે છે તને?? અરે તારાં માટેજ કપડાં લેવા આવ્યા છે આપણે તો.. મને તો કાલે મોટા શેઠ નવા કપડાં આપવાંના છે એ ઘરે થી કહેતાજ ભૂલી ગયો.. નાનો ભાઈ તો વાતો માં આવી ગયો અને ખુશ થતા મજા ના નવા કપડાં ખરીદ્યા. છોટુ ભાઈ ની ખુશી થી ખુશ થઇ ગયો. ઉદારતા થોડી કાંઈ કોઈ ને વારસા માં મળે છે?
#વારસો

Gujarati Story by Krutika Gandhi : 111541862

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now