👉 ઈડલી - સંભાર, ઢોંસા, મેંદુવડા, ઉત્તપમ, કોપરેલ માં
તળેલી કેળા ની વેફર અને નાળિયેર પાણી વગેરે વગેરે, જે
ત્યાં નાં વખાણવા લાયક ખાદ્ય પદાર્થો છે, તે બધાજ મને તો અહીંયા મળી જાય છે.

👉અરે ! હાં તમે બધાં કહેશો કે આતો ખાવાની વાત થઈ,
પણ હરવા ફરવા નું શું ? કેરળ હરવા ફરવા માટે તો જવું પડે ને?

👉 તો હું કહીશ કે આવાં ખોટાં ખર્ચા અત્યારે તો નાં જ કરાય . ઘરમાં 🏠 મોબાઈલ પર કેરળ જોઈને સંતોષ મેળવી લેવાનો. " સંતોષી નર સદા સુખી " કહેવત છે ને
તેમ.

👉હું તો હંમેશા આવા ફાલતું ખર્ચા ઓછા જ કરૂં છું. મારા માટે ફાલતું ખર્ચ છે, જે તમારાં બધા માટે નાં પણ હોય.

👉પરંતુ અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે, તેવાં સંજોગોમાં જેટલાં ખોટાં ખર્ચા ઓછાં થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.અને બચત કરવી જોઈએ.

👉 આવી બચત કોઈ ગરીબને બે ટાઈમ ખવડાવી ને જે
આનંદ મળે છે ને તે , હરવા ફરવા કે ખોટાં ખર્ચા કરતાં વધારે સારો લાગે છે. અને નફા માં આશીર્વાદ તો ખરાં ખરાં ને ખરાં જ.

👉એક વખત કોઈ ને બે ટાઈમ નું ખવડાવી ને આનંદ મેળવી જોજો. અને તેમાં પણ જો તમને કોઈ નાં અંતર થી આશીર્વાદ મળી ગયાં ને , તો બેડો પાર થઈ જાય.

👉અને પછી તો તમે કેરળ ફરવા નું તો ઠીક છે, પણ આવાં દસ કેરળ ખરીદી શકશો.

👉હવે તમારે નક્કી કરવાનું છે , કે તમારે કેરળ ફરવા જવું છે ? કે પછી દસ કેરળ ખરીદવા છે ?

🌹મૌલી.🌹🙋
F.M.S.

#કેરળ

Gujarati Motivational by Maulika Shah : 111539722

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now