અમથે અમથી આ બાજુ બસ એક નજર તો નાંખો
માધવ, માન જરા તો રાખો.

વનરાવનની વાટે વાટે ઝાડ કદંબનું થાઉં
વાંસલડી થાવાની આશે વાંસ થઈ લહેરાઉં
હાથ નથી રહેતું આ હૈયું, એને ફૂટી પાંખો.. માધવ, માન જરા તો રાખો.

તમ વિના કંઇ ભાળું નહિ, આ નજરું કોની લાગી?
અધકચરી ઈચ્છાઓ જાણે આળસ મરડી જાગી
દ્વારપાળ થઇ પહેરો ભરતી વાટ નીરખતી આંખો.. માધવ, માન જરા તો રાખો.

પાંપણની વચ્ચે રાખીને જળજમનાના મૂલવું
મૂર્તિ મનોહર મનમાં સ્થાપી ઝળઝળિયાંને સૂકવું
અર્ધ્ય બધા આ સ્વીકારીને ભાવિ મારું ભાખો.. માધવ, માન જરા તો રાખો.

લક્ષ્મી ડોબરિયા

Gujarati Religious by Pravin.. : 111539015

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now