પ્રકૃતિનું સૌથી સુંદર બાળક એટલે કેરળ....ક્યાંયથી કોઈ પણ તસ્વીર લ્યો મસ્ત જ હોય!

જ્યાં અખૂટ જળભંડાર .....અંદર નદીઓ રેલમછેલ તો બહાર ફરતે સમુદ્ર ઘૂઘવે.

છે ત્યાં વિપુલ વનરાજી.....ભર્યા જંગલો , ચાનાં બગીચાઓ અને અધધ નારિયેળનાં વૃક્ષો.

મનગમતી આબોહવા.....આહલાદ્ક...ન પજવે ઠંડી કે ન ગરમી !

બબ્બે વાર ચોમાસુ ભરપૂર વરસે...અકાળ શું કયાં છે ખબર એને ?

ચા -કૉફી અને ચોખા , સાથે છે નારિયેળનો કાયમી સંગ.


છે જ્ઞાન પીપાસુઓ માટેની એ અધ્યયન ભૂમિ, છલકે છે ત્યાં જયોતિષ - વૈધવિદ્યાની વિભૂતિઓ ઘણી.


કેરળ એટલે કેવલ પૂછો એ કે શું નથી ત્યાં ?



#કેરળ

Gujarati Blog by Urvi Hariyani : 111538869

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now