ઈશ્વરે આપેલા જીવનને સાબિત કરવા,
માનવી અનહદ દોડતો રહે છે,
પોતાના અસ્તિત્વની ઓળખ આપવા,
અગરબત્તીની જેમ સળગતો રહે છે,
કોઈ ધુપ સમજી ને નવાજે છે,તો,
કોઈ ધુમાડો સમજીને ધુત્કારે છે,
અસ્તિત્વ પર ઉઝરડા તો ઘણા પાડે છે,
ક્યાંક દુર્યોધન ને ક્યાંક દુશાસન,
આઈના ની સામે ઊભા રહીને,
આઈના ને મેકઅપ કરવો પડે છે,
હે ઈશ્વર માનવી એ જિંદગી ,
સાબિત થાય એટલી કરી લીધી,
જ્યાં તૂટી ત્યાં ડુસકા ભરીને સીવી લીધી,
માનવ પતંગ બનીને જીવી રહ્યો છે,
હે ઈશ્વર ડોર તો તારા હાથમાં છે,
વાદળો સાથે વાતો કરતા કરતા,
ક્યારેક કાપી નાખે છે,
તો ક્યારેક કપાઈ જાય છે.
#અનહદ

Gujarati Poem by Urvashi Trivedi : 111538824

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now