દયાભાવ રાખજો સદા જીવો પર, દયા દેખાડી,
પહોંચાડતા નહીં ઠેસ તેમના સ્વમાન પર,

જીવનમાં ચડતી-પડતી તો આવવાની જ છે,
ક્યારે કોનો વારો આવવાનો છે કોને ખબર છે,
માખીઓતો સદા ઘાવ પર જ બણબણે,
આપણે મલમ બનીને રહીએ સદા ઘાવ પર.

દયાભાવ રાખજો સદા જીવો પર, દયા દેખાડી,
પહોંચાડતા નહીં ઠેસ તેમના સ્વમાન પર,

ઇર્ષા, અહંકાર, નફા નુકસાન ના લેખાજોખા ને મૂકી,
સંબંધો સાચવી ને રાખીયે સ્વાર્થ વગર,
દયા નામના પતંગિયા ને પકડી લો,
છાપી લો,તેના રંગો તમારા હાથ પર.

દયાભાવ રાખજો સદા જીવો પર, દયા દેખાડી,
પહોંચાડતા નહીં ઠેસ તેમના સ્વમાન પર,

નસીબ લખાવીને તો સૌ આવ્યા છે,
સરનામું મળે પહોંચશે ગમે ત્યારે ગમે ત્યાં,
નથી બનાવ્યો ઈશ્વરે રસ્તો આભમાં કે દરિયામાં,
છતાં યે સફર ખેડાય છે ત્યાં નિરંતર.

દયાભાવ રાખજો સદા જીવો પર,દયા દેખાડી,
પહોંચાડતા નહીં ઠેસ તેમના સ્વમાન પર,

રોજ સુરજ સાથે જિંદગી પણ ઢળતી જાય છે,
જીવન નું મૂલ્યાંકન આપણે એવું કરીએ,
આપણું અસ્તિત્વ ઓગળી જાય,છતાંય,
તેની ઝાંખી સૌના દિલમાં રહે વરસોવરસ.

દયાભાવ રાખજો સદા જીવો પર, દયા દેખાડી,
પહોંચાડતા નહીં ઠેસતેમના સ્વમાન પર.

#દયા

Gujarati Poem by Urvashi Trivedi : 111538033
Pintu Bhatti 4 years ago

ખુબ સરસ Plz like & support https://www.matrubharti.com/bites/111538038

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now