મજધારે ‌મારી જીવન નૈયા હંકારતો
મારી આગળ વ્હાલો  મારો સારથી  થઈ ચાલતો
જુઠ્ઠા જગ માંહી આ‌ જીવ નેં  જગદીશ દરેક જંગ જીતાડતો
પડું ના હું એકલી ,માધવ મારો સખા બની નેં  સંભાળતો
લપેટાઉ મોહપાશ ,માયા  માં તો મધુસૂદન પાછળ થીં જકડી રાખતો
ક્ષણભંગુર છે સર્વ એ સમજાવી કૃષ્ણમય બનાવતો
તુચ્છ તણાં શુષ્ક આત્મ માં રેલાવી સુર મધુર
ગોપાલ વૃંદાવનમાં રાસ રમાડતો
વ્હાલી તો છું હું પણ એની ,
કેશવ અનહદ વ્હાલ વરસાવતો
મોરપીંછ મુકુટ ધારી  વાલમ રુદિયે એવો રાચતો
સ્મરણ થાય શ્યામ નું હું એજ એને યાચતો.
-અપેક્ષા દિયોરા

Gujarati Poem by Apeksha Diyora : 111537654
Khyati Soni ladu 4 years ago

શ્યામ સમીપે રહીયે જો... મળે અનેરો આનંદ!! રીઝે જો મારો નાથ તો... તૂટે ભવ નાં બંધન!! કરજે દયા તુજ દાસ પર... હે મારા દીનાનાથ!! રાખજે તુજ ચરણ માં... ઝાલજે મારો હાથ!! - ખ્યાતિ સોની "લાડુ"😊😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now