શીતળા સાતમ આવે એટલે છેલ્લા અમુક વર્ષોથી એક વિચાર બહુ આવતો આજે એ અહી લખું છુ.

શીતળા સાતમ આપણા ગુજરાતમાં મહત્વનો તહેવાર હોય છે, જેમાં લોકો રાંધણ છઠ ને દિ બધું રાંધે છે જેમ કે સુખડી, કુલેર, થેપલા, વડા, પાતરા, કંકોડાનું શાક અને બંટીના તોદરાની ગેસ તેમજ...ફરસી પૂરી, સકરપારા, સેવ, ચેવડો, તીખા ગાંઠિયા વગેરે.

જેથી સાતમને દિ બધું ઠંડુ ખાવામાં આવે છે, અને કોઈ પણ તે દિવસે ચૂલો(ગેસ) સળગાવતા નથી જેની એક કથા પ્રચલીત છે જે સૌએ વાંચી હશે.

પરંતુ ઘણા લોકો તે દિવસે એમ કહીને ચા પીવે છે કે આપડે તો ચા વગર ના ચાલે, ચાલો માનીએ ચા વગર ના ચાલે.

દુઃખ એ વાતનું છે કે અમુક વર્ષોથી લોકો શીતળા સાતમને દિ રેસ્ટોરન્ટમાં જમવા જાય છે, જ્યારે ઘણા લોકો એક ટાઈમ ઠંડુ જમી સાંજે ગરમ ખાય છે.

એ બધા લોકોને કહેતા પણ સાંભળ્યા છે કે આ બધી માથાકુટ કોણ કરે અને દર સાતમે બહાર જમવા જવું તેને એક પ્રકારનો ટ્રેન્ડ બનાવે છે.
...આપણે જે તહેવારો ઉજવીએ છીએ તે આપણી સંસ્કૃતિનો અમુલ્ય વારસો છે, તો આપણે તેને વિસરવા ના દેવો જોઈએ અને પુરા મનથી તેનો આનંદ માણવો જોઈએ, તેમજ આગામી પેઢી પણ લાભ મેળવી શકે તેવા પ્રયત્ન કરવા જોઈએ.

બાકી છેલ્લે એટલું જ કેવાનું કે દરેક પોતાની રીતે જીવવા સ્વતંત્ર છે...
🙏🙏🙏

Gujarati Religious by Mayur Patel : 111535757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now