ખુમારી ભર્યું જીવન જીવવા માટે,
પ્રભુ મને તું તારો સાથ દે,

સુર્ય કિરણો નો માર્ગ રોકવા,
ક્યારેક વાદળો છવાય છે,
છતાં માર્ગ કાઢી કિરણો પથરાય છે,
હું પણ માર્ગ કાઢી પ્રકાશિત રહું,
મને પણ એવી શક્તિ દે,
ખુમારી ભર્યું જીવન જીવવા માટે,
પ્રભુ મને તું તારો સાથ દે.

પર્વતમાંથી નીકળતી નદીના,
વહેણ કદી પાછા ન ફરે,
કાંટાળા માર્ગ પર ચાલતા ચાલતા,
મારા પગ પણ કદી પાછા ના પડે,
મનને એવો સધિયારો દે,
ખુમારી ભર્યું જીવન જીવવા માટે,
પ્રભુ મને તું તારો સાથ દે.

સંઘર્ષો તો આવે જીવનમાં,
હિંમતપૂર્વક સામનો કરું,
અભાવો વચ્ચે પણ હું,
ભાવપૂર્વક હસતો રહું,
એવી મારામાં હિંમત દે,
ખુમારી ભર્યું જીવન જીવવા માટે,
પ્રભુ મને તું તારો સાથ દે.

#ખુમારી

Gujarati Poem by Urvashi Trivedi : 111533903

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now