આપણે હંમેશા સમય અને ઉંમરના આધારે આપણી જાતને મૂલવીએ છીએ હંમેશા આપણે એવું જ કહેવામાં આવે છે હવે તારી ઉંમર થઈ અને આ એક શબ્દોના આધારે આપણે ઘણી બાબતોને વ્યર્થ સમજીએ છીએ અને ઘણી વખત તો આપણી આળસ અને આપણે ન કરવાના કામની બહાના રૂપે ઉંમરનો દોષ દઈએ છીએ Bindu 🌺
પણ સાચી હકીકત તો એ છે કે કોઈપણ વ્યક્તિની ઉંમર અસર કરતી નથી અને કોઈ વ્યક્તિની કાર્યદક્ષતાની તમે અવગણી ન શકો આપણે ઘણી વખત જોઈએ છીએ કે વૃદ્ધ વ્યક્તિઓ પણ આપણાથી વધારે સશક્ત અને બુદ્ધિશાળી હોય છે કારણ કે તે સતત ને સતત કાર્યશીલ રહે છે જ્યારે આપણાથી પણ નાના બાળકો આળસુ કે ઓછી વિચાર શક્તિ ધરાવતા જોઈએ છે Bindu 🌺
માટે માત્ર જીવનમાં એક જ સિદ્ધાંત રાખવો કે પછી ભલે તમારી કોઈપણ ઉંમર હોય તમે તમારી જાતને અપડેટ કરતા રહો જે રીતે આપણે મોબાઇલ કે કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ નો ઉપયોગ કરીએ છીએ કેવું આપણે નવું વર્ઝન લેવા માટે જ તત્પર હોઈએ છીએ તો આપણું જીવન પણ એવું જ છે કે આપણે આપણી જાતને સમય મુજબ પરિવર્તિત કરવી જોઈએ જો આપણે આવું નહીં કરીએ તો આપણે સમયથી ખૂબ પાછળ રહી જાશું અને આ અપડેટ એ માત્ર આપણા માટે જ નથી પણ આપણી સાથે રહેનારા આપણાં કુટુંબીજનો આપણા મિત્રો આપણા સ્નેહીજનો કે આપણી સામે વાળી કોઈપણ વ્યક્તિ માટે આપણે આપણી જાતને અપડેટ કરતી રહેવી જોઈએ જેમ મોબાઈલમાં થોડા સમયથી થોડા સમય અપડેટ કરીએ છીએ નવા ફિચર્સ જોઈએ છીએ તેમ આપણે પણ આપણામાં થોડા નવા બદલાવ લાવવા ખૂબ જ જરૂરી છે સમય વાતાવરણ અને પરિસ્થિતિ અનુસાર આપણે બીજું કાંઈ ન બદલી શકીએ તો કંઈ નહિ પણ શું આપણે આપણી જાતને ન બદલી શકીએ માટે બીજા સાથે સમાયોજન સાધવા માટે થઈને પણ આપણે અપડેટ થવું ખૂબ જ જરૂરી છે. 30/07/20
🙏 જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Bindu _Maiyad : 111533868

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now