જીવ્હા તારી ગત જ ન્યારી,
સ્વભાવે સ્વભાવે તુ વર્તાણી,
કોઈ જીવ્હા ઝેર ઓકી,
કરે જીવન ધુળધાણી,
કોઈ જીવ્હા અમૃત ઓચરે,
કરે જીવન ધનધાની.

જીવ્હા તારી ગત જ ન્યારી,
સ્વભાવે સ્વભાવે તુ વર્તાણી,
શબ્દે શબ્દે તુ બદલાણી,
સાચા શબ્દે સત્તકર્મો થાય, ને,
ખોટા શબ્દે રાજરમત રમાય.

જીવ્હા તારી ગત જ ન્યારી,
સમયે સમયે તુ વર્તાણી,
હાડકાં વિનાની તુ બદલાણી,
લાભાલાભ ના લેખાજોખામા,
લાભ મળે ત્યાં તું સરકાણી.

જીવ્હા તારી ગત જ ન્યારી,
સબંધે સબંધે તુ વર્તાણી,
મધ જેવી મીઠાશ ધરી,
પારકા ને પોતાના કરે,
તલવાર જેવી ધાર થી,
પોતાના ને પારકા કરે.

જીવ્હા તારી ગત જ ન્યારી,
સ્વભાવે સ્વભાવે તુ બદલાણી.

#જીવ્હા

Gujarati Poem by Urvashi Trivedi : 111532622

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now